ઘણીવાર તમે લોકોને મંદિરમાં દેવી-દેવતાઓની પરિક્રમા કરતા જોયા હશે. જ્યોતિષશસ્ત્ર અનુસાર, પરિક્રમા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કયા ભગવાનની કેટલી પરિક્રમા કરવી શુભ હોય છે.......

ભગવાન શિવ અને માતા પાર્વતી

જ્યોતિષમાં કહેવાયું છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીની 3 વાર પ્રદક્ષિણા કરવી ખુબ જ શુભ હોય છે. તેનાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે.

ભગવાન ગણેશ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન ગણેશની મૂર્તિને 3 વખત પરિક્રમા કરવી જોઈએ. તેનાથી ભગવાન ગણપતિ બાપ્પાની કૃપા હંમેશા તમારા પર બની રહે છે.

ભગવાન વિષ્ણુ

શાસ્ત્રો અનુસાર, જે લોકો ભગવાન વિષ્ણુની 4 વખત પ્રદક્ષિણા કરે છે તેમને તેમની પૂજાનું પૂર્ણ ફળ મળે છે.

શનિદેવ

જ્યોતિષમાં કહેવાયું છે કે શનિદેવની 7 વખત પરિક્રમા કરવી જોઈએ. તેની સાથે જ તેમને કાળા તલ અર્પણ કરવું પણ શુભ હોય છે.

હનુમાન જી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હાથ જોડીને હનુમાનજીની 3 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. તેનાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

માતા દુર્ગા

મા દુર્ગાની મૂર્તિની 4 વખત પ્રદક્ષિણા કરવી ખુબ જ શુભ હોય છે. પરિક્રમા કર્યા પછી માતાના ચરણ સ્પર્શ કરો અને સાથે માતાના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.