સૂતી વખતે વારંવાર સપના જોવા એ સામાન્ય બાબત છે અને સપનામાં ઘણી વધી વસ્તુઓ જોવી એ પણ સામાન્ય છે.

પરંતુ સ્વપ્નશાસ્ત્ર અનુસાર, સ્વપ્નમાં કોઈ વ્યક્તિને જોવાનો ચોક્કસ કોઈક અર્થ થાય છે. જેમાંના કેટલાક સપનાને શુભ માનવામાં આવે છે તો કેટલાક સપના અશુભ માનવામાં આવે છે.

સ્વપ્નશાસ્ત્ર અનુસાર, સપના વ્યક્તિને તેના ભૂતકાળ અને ભવિષ્ય વિશે વાકેફ કરે છે. વળી, ઘણીવાર આંખો ખુલ્યા બાદ સપના યાદ  રહેતા નથી.

દેવો અને દેવીઓ

જો તમે તમારા સપનામાં દેવી-દેવતાઓને જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે.

ફૂલો અથવા ફળો

જો સપનામાં ફળ કે ફૂલ દેખાય છે તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમારા સપનામાં આ વસ્તુઓ જોવાનો અર્થ એ છે કે તમને જલ્દી જ ફાયદો થવાનો છે.

મંદિર

જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં મંદિર જુએ છે, તો આ સ્વપ્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સ્વપ્નનો અર્થ એ છે કે ભગવાન કુબેરે તમને આશીર્વાદ આપ્યા છે અને તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય.

સફેદ નાગ 

સ્વપ્નશાસ્ત્ર મુજબ, જો તમને સપનામાં સફેદ નાગ દેખાય છે તો તમારું ભાગ્ય જલ્દી ચમકવા જઈ રહ્યું છે. ધન પ્રાપ્ત પણ થઈ શકે છે.