લગ્નના નામે છેતરપીંડી આચરતી અનેક ગેંગ રાજસ્થનમાં સક્રિય છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો લગ્નના નામે છેતરપીંડીના સૌથી વધુ કિસ્સા બાંસવાડા-ડુંગરપુરમાંથી સામે આવી રહ્યા છે.

દલાલો દ્વારા બિછાવેલી આ જાળમાં અનેક યુવાનો ફસાઈ રહ્યો છે. લાખો રૂપિયા ચૂકવ્યા બાદ દુલ્હન લગ્નના થોડા જ સમયમાં પૈસા અને ઘરેણાં લઈને ભાગી જાય છે.

આવી સ્થિતિમાં યુવકો લગ્ન પછી પણ કુંવારા રહેવાની સ્થિતિને સામનો કરી રહ્યા છે. કારણ કે લોકોનું કહેવું છે કે લગ્ન પછી સામાજિક સ્તરે બીજ જગ્યાએ લગ્નની વાત કરવામાં મુશ્કેલી આવે   છે.

તેમજ કાયદાકીય પાસાથી જોઈએ તો પહેલા લગ્ન પછી બીજા લગ્નમાં સમસ્યાઓ આવતી હોય. સામાજિક સ્તરે કલંકિત છબીને કારણે આ દિવસોમાં ઘણા પરિવાર બેવડી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

છેલ્લા 5 વર્ષમાં અનેક પરિવારો લુંટેરી  દુલ્હનનો ભોગ બન્યા છે. પરંતુ બદનામીના ડરથી અનેક મામલે પોલીસ સુધી પહોંચતા નથી. માત્ર થોડા જ કેસોમાં પોલીસ દલાલો અને લુંટેરી દુલ્હનોને પકડવામાં સફળ રહી છે. અત્યારે પણ આવી અનેક દુલ્હનો અને દલાલો ફરાર છે.

ગઢીમાં એક યુવકે દલાલ મારફતે મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. પરંતુ વરરાજા કામ અર્થે કુવૈત જતાની સાથે દુલ્હન 3 લાખ રૂપિયા અને લાખોની કિંમતના દાગીના લઈને ભાગી ગઈ હતી.

એ જ રીતે ભરાતપુરના સોનુના લગ્ન પણ ઇન્દોરની એક યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ રાત્રે જ વરરાજા સુઈ ગયો બાદ દુલ્હન ઘરેથી 2 લાખ અને દાગીના લઈને ભાગી ગઈ હતી.

આવી જ રીતે સગવાડાના જોગપુરમાં પણ એક યુવકના લગ્ન જબલપુરની યુવતી સાથે થયા હતા. પરંતુ કન્યા રાતોરાત ઘરેથી રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ હતી.

જ્યારે પરિવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે કન્યાની ધડપકડ કરવામાં આવી હતી. નવવધુએ આવી જ રીતે 32 યુવકોને છેતર્યા હોવાનું બહાર આવ્યું છે