માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ફક્ત તમારા મગજને જ નહીં પરંતુ તમારી ત્વચાને પણ અસર કરે છે. મેન્ટલ હેલ્થ સંબંધિત રોગોની અસર વ્યક્તિના ચહેરા પર પણ જોવા મળે છે.

તો ચાલો જાણીએ કે ખરાબ મેન્ટલ હેલ્થની અસર ત્વચા પર કેવી રીતે દેખાય છે અને શું છે તેના સંકેતો.....

જ્યારે કોઈ વ્યક્તિને સ્વાસ્થ્ય ખરાબ હોય છે, ત્યારે તેની ત્વચાની ગ્રંથિઓમાં વધુ તેલ ઉતપન્ન થવા લાગે છે, જેના કારણે  ચહેરા પર પીમ્પલ્સ દેખાય છે.

ડિપ્રેશનના કારણે વ્યક્તિની આંખોની નીચેની ત્વચા સ્વેલ થવા લાગે છે. ઓછી કે વધુ ઊંઘને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

સતત ચિંતા અને સ્ટ્રેસને કારણે ચહેરા પર ઝીણી રેખાઓ દેખાય છે અને સમય જતાં તે કાયમી કરચલીઓ બની શકે છે.

જે લોકો ખરાબ મેન્ટલ સ્ટેટમાં હોય છે, તેમની ત્વચા ખૂબ જ ડ્રાય થવા લાગે છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ત્વચામાં ડ્રાયનેસ પેદા કરે છે.

માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓને કારણે શરીરમાં ઘણી વસ્તુઓનું કન્ટ્રોલ ખોરવાઈ જાય છે, જેના કારણે ત્વચાની એલર્જી પણ થાય છે.