જો તમે એમ સમજી રહ્યા છો કે ડસ્ટ એલર્જી માત્ર બહાર જવાના કારણે થાય છે તો તમે ખોટા છો. હકીકતમાં ઘરની દિવાલો, પડદા, ફર્નિચર, પંખા પર જમા થતી ધૂળ પણ ડસ્ટ એલર્જી કરી શકે છે.

એવામાં જો તમે નિયમિતપણે ઘરને સાફસૂથરું રાખો તો આ સમસ્યાથી દૂર રહી શકો છો. તો ચાલો જાણીએ કે, તમે તમારા ઘરને કેવી રીતે ડસ્ટ ફ્રી રાખી શકો છો

સારું રહેશે કે તમે હળવા કાપડની ચાદરનો ઉપયોગ કરો અને સૉફ્ટ ટૉયઝને બેડથી દૂર રાખો. રૂમમાં એવી વસ્તુઓ રાખો જેનાથી સરળતાથી તેને સાફ કરી શકાય.

સફાઈ માટે ભીના કપડાનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે. આ ધૂળને ફેલાતી અટકાવે છે અને તમારે દરરોજ ભીના કપડાથી ધૂળ સાફ કરવી જોઈએ.

ઘરમાં એર ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો. તે ધૂળને ફિલ્ટર કરે છે અને ઘરની હવાને શુદ્ધ રાખે છે.