‘પુષ્પા 2’ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. ‘પુષ્પા 2’ મુવીનું નવું સોન્ગ રિલીઝ થયુ છે.

આ સોન્ગમાં ભારતની લોકપ્રિય જોડી નજરે પડી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અલ્લુ અર્જુન પુષ્પા રાજના રૂપમાં અને રશ્મિકા મંદાના શ્રીવલ્લીના રૂપમાં આ ગીતમાં છવાઇ ગયા છે.

પહેલાંથી આ જ ફિલ્મનું ટીઝર અને ફર્સ્ટ સોન્ગ પુષ્પા પુષ્પા જબરજસ્ત હિટ રહ્યું હતુ. જો કે હાલમાં ચારેબાજુ બીજા સોન્ગને લઇને ચર્ચામાં છે.

આ ગીતને મેલોડી ક્વીન શ્રેયા ઘોષલે ગાયું છે. 6 ભાષાઓમાં શાનદાર રીતે પ્રસ્તુત કર્યુ છે. ગીતનો એક મજેદાર પેપી નંબર છે જે નિશ્વિત રૂપથી લોકોની વચ્ચે હલચલ પેદા કરવા માટે તૈયાર છે.

અલ્લુ અર્જુન આ ગીતમાં સ્વેગથી ભરપૂર જોવા મળી છે, જ્યારે રશ્મિકા મંદાના પોતાના ચાર્મથી લોકોને ફિદા કરી રહી છે.

આ ગીતમાં શૂટિંગની કેટલીક ઝલક જોવા મળી રહી છે. કુલ મળીને આ એક બીટીએસ નજારો પેશ કરી રહ્યા છે.