બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024ના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે. તેને સુપર-8માં સ્થાન મળ્યું ન હતું.

આવી સ્થિતિમાં પાકિસ્તાન ટીમની ભારે ટીકા થઈ રહી છે. પરંતુ આ દરમિયાન ટીમના કોચ ગેરી કસ્ટર્નએ ટીમની એકતા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ગેરી કસ્ટર્નનો દાવો છે કે પાકિસ્તાનની ટીમમાં ભાગલા છે અને કોઈ ખેલાડી એકબીજા સાથે વાત કરતો નથી.

ગેરીએ એક સૂત્રને કહ્યું- પાકિસ્તાની ટીમમાં એકતા નથી. તેઓ તેને ટીમ કહી શકે છે પરંતુ તે ટીમ નથી. કોઈ એકબીજાને સપોર્ટ કરતું નથી.

કોચ ગેરીએ કહ્યું- દરેક વ્યક્તિ અલગ-અલગ રહે છે. મેં તમામ પ્રકારની ટીમો સાથે કામ કર્યું છે પરંતુ મેં આવી ટીમ ક્યારેય જોઈ નથી.

ગેરીએ પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ અંગે પણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તમામ ખેલાડીઓ વૈશ્વિક ધોરણથી ઘણા પાછળ છે. બધા ફિટ નથી.

ગેરી તેના ઘરે પાછા ફર્યો છે. તેણે કહ્યું- મેચ દરમિયાન ખેલાડીઓનું શોટ કલેક્શન ખૂબ જ ખરાબ છે અને આ જ કારણ છે કે પાકિસ્તાન ટીમની આ હાલત છે.