દેશની બીજી સૌથી મોટી IT કંપની  'ઇન્ફોસિસ' તેના કર્મચારીઓને શહેર બદલવા માટે 8 લાખ રૂપિયા સુધીની ઓફર કરી રહી છે.

વાસ્તવમાં, આ ઓફર અમુક કર્મચારીઓ માટે જ છે. જેમ કે ઇન્ફોસિસના બોન્ડ-2 અથવા તેનાથી ઉપરના કર્મચારીઓ માટે છે.

ઇનશોર્ટ, દેશભરમાં કંપનીના કોઈપણ વિકાસ કેન્દ્રના જે કર્મચારીઓ પ્રોજેકટ ડિલિવરીની દેખરેખ રાખી રહ્યા છે તેઓ આ ઓફરનો લાભ લઇ શકે છે.

તમને જણાવી દઈએ કે જો કોઈ કર્મચારી ઇન્ફોસિસની આ ઓફરનો લાભ લેશે તો તેણે કર્ણાટકના હુબલી શહેરમાં શિફ્ટ થવું પડશે. આ માટે કંપની 8 લાખ રૂપિયા સુધી આપશે.

ઇન્ફોસિસ મોટા શહેરોને બદલે નાના શહેરોને હબ બનાવવાની યોજના બનાવી રહી છે. ઇન્દોર, નવી મુંબઇ, નાગપુર, કોઈમ્બતુર, જેવા ઘણા ટિયર-2 શહેરોમાં ઓફિસો ખોલવામાં આવી છે.

ઇન્ફોસિસ ટ્રાન્સફર પોલિસી અનુસાર, બોન્ડ-3 અથવા તેનાથી નીચેના કર્મચારીઓને ટ્રાન્સફર પર 25,000 રૂપિયા રિલોકેશન એલાઉન્સ મળશે અને ત્યારબાદ 2 વર્ષ માટે દર 6 મહિને 25,000 રૂપિયા મળશે.

ઇન્ફોસિસની ટ્રાન્સફર પોલિસી અનુસાર, ટિયર-3 અથવા તેનાથી નીચેના કર્મચારીઓને ટ્રાન્સફર પર 2 વર્ષમાં 1.25 લાખ રૂપિયા મળશે. જ્યારે અપર બોન્ડ લોકો માટે આ રકમ 8 લાખ રૂપિયા સુધી છે.