સ્પાઇડરમેનના પોશાક પહેરેલો વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રોટલી બનાવતો જોવા મળે છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ ધાબા ઉપર બેઠેલી જોઈ શકાય છે.

ઘણીવાર આપણે સ્પાઇડરમેનને ફિલ્મોમાં એક્શન સીન કરતા જોયા હશે. પરંતુ આ વીડિયોમાં તે રોટલી પકવતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયો જયપુરનો હોવાનું કહેવાય છે. આ વાતને ઇન્સ્ટાગ્રામ પર 'સુપરમેન ઓફ જયપુર' નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવી છે.

વીડિયોના કેપશનમાં લખ્યું છે, 'સ્પાઇડર શેફ'. આમાં તે માટીના ચૂલા પર રસોઈ બનાવતો જોઈ શકાય છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 16.7 મિલિયન વ્યુઝ મળ્યા છે અને 10 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે.

સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાના પ્રતીભાવ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'સ્પાઇડરમેન: દુનિયાને વચાવવાથી સંતોષ થતો નથી'.

અન્ય યુઝરે કહ્યું, 'તેણે ચોક્કસ લગ્ન કર્યા જ હશે'. તો એક યુઝરે લખ્યું, 'આત્મનિર્ભર સ્પાઇડરમેન'.