લગ્નજીવનમાં લોકોએ અનેકવાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

ચાણક્ય નીતિમાં આ અંગે  કેટલીક વાતોનો ઉલ્લેખ કરાયો છે જેને અપનાવીને મેરેજ લાઈફ ખુશહાલ બનાવી શકાય છે.

ચાણક્ય સંબંધમાં એકબીજાને સન્માન આપવા પર ભાર મૂકે છે. બંનેએ એક બીજાના મત, ભાવનાઓ અને વ્યક્તિત્વને સન્માન અને મહત્વ આપવું જોઈએ.

ભરોસો કોઈ પણ મજબૂત સંબંધનો પાયો છે. ચાણક્ય પોતાના સાથી સાથે વ્યવહારમાં ઈમાનદાર અને ભરોસાપાત્ર રહેવાની સલાહ આપે છે.

તમારા પાર્ટનરની ભાવનાઓ, જરૂરિયાતો અને ઈચ્છાઓનો ખ્યાલ રાખો અને તેમના દ્રષ્ટિકોણને સમજો.

સંબંધમાં સંતુલન જાળવવું જોઈએ. પાર્ટનર સાથે પ્રેમ જાળવી રાખો. સંબંધ સંતુલન રાખવાથી આગળ વધે છે.

જીવનમાં પડકારો અને અસહમતિ સામાન્ય વાત છે. તેમને મનમાં રાખવાથી બચો અને માફ કરીને આગળ વધવા માટે તૈયાર રહો.

પોતાની ભાવનાઓ, ચિંતાઓ અને ઈચ્છાઓને ઈમાનદારીથી વ્યક્ત કરવાના મહત્વ પર ભાર મૂકે છે. સાથીની વાત ધ્યાનથી સાંભળો અને ઝઘડાઓને ઉકેલવાની કોશિશ કરો.