દાઢી અને મૂંછ વધારવા માટે લોકો મોંઘા મોંઘા કૉસ્મેટિક્સનો ઉપયોગ કરે છે.

પણ શું તમે જાણો છો વગર કૉસ્મેટિક્સે પણ તમે ઘરેલુ ઉપચારથી દાઢી-મૂંછ વધારી શકો છો. આ ઘરેલુ ઉપચારથી તમે લાંબા સમય સુધી દાઢી અને મૂંછના વાળ હેલ્થી રાખી શકો છો.

તો ચાલો જાણીએ નેચરલ ઘરેલુ ઉપચારથી કેવી રીતે દાઢી અને મૂંછના વાળ વધારી શકો છો.

આમળાનું તેલ

આમળાનું તેલ વાળના Ph સ્કેલને લેવલમાં લાવે છે અને દાઢી-મૂંછને વધારવા માટે એનવાયરમેન્ટ આપે છે. તેલમાં વિટામીન C હોય છે, જે એક એન્ટીઑક્સિડેન્ટ છે જે મુક્ત કળો સાથે લડે છે.

નારિયેળ તેલ માલિશ

નારિયેળ તેલને કોટનમાં લગાવીને દાઢી-મૂંછ પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. અઢવાડીયામાં ત્રણ વખત આ કરવું.

તજ-લીંબુની પેસ્ટ

લીંબૂ અને તજ, બંનેમાં એવા ગુણ છે કે, જે દાઢી-મૂંછના વિકાસ માટે સહાયક છે. તમારે તજનો પાઉડર કરી લીંબુના ટીપા નાખી તે પેસ્ટને 30 મિનિટ સુધી લગાવી રાખવાનું રહેશે.