પ્રાઈવેટ પાર્ટમાં આવતી ખંજવાળના કારણ અલગ અલગ હોય છે. જેમાં મુખ્ય કારણ કેમિકલ યુક્ત સાબુનો પ્રયોગ, ઈસ્ટ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન વગેરે હોય છે.

ખાસ કરીને મહિલાઓને વારંવાર પ્રાઈવેટ પાર્ટની આસપાસ અને પ્રાઈવેટ પાર્ટની અંદર ખંજવાળનો અનુભવ થતો હોય છે.

આ સ્થિતિ ખૂબ જ અસહજ અનુભવ કરાવે છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં આ સમસ્યા વધી જતી હોય છે.

તો ચાલો જાણીએ ઘરેલુ ઉપાય જે કરવાથી ગણતરીને મિનિટોમાં જ પ્રાઈવેટમાં આવતી ખંજવાળથી રાહત  મળી જશે......

નાળિયેરનું તેલ

જો પ્રાઈવેટ પાર્ટની આસપાસ વારંવાર ખંજવાળ આવતી હોય તો ખંજવાળ મટાડવા માટે નાળિયેરના તેલનો ઉપયોગ કરી શકાય છે.

એપલ સાઇડર વિનેગર

પાણી અને વિનેગરને સમાન માત્રામાં મિક્સ કરીને પ્રાઈવેટ પાર્ટની આસપાસની સ્કીન સાફ કરવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે અને ખંજવાળથી મુક્તિ મળી જાય છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડામાં બેક્ટેરિયાને નાશ કરવાના ગુણ હોય છે તે ખંજવાળને પણ શાંત કરે છે. તેના માટે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરી લો તેને પ્રાઈવેટ પાર્ટની આસપાસ લગાવો. આ પાણીથી પ્રાઇવેટ પાર્ટની બહારની સ્કીન સાફ કરવાથી ખંજવાળ મટે છે.