હંમેશા લોકો પોતાના ઘરમાં જોવા મળતી ગરોળીથી પરેશાન રહે છે.

જો તમારા ઘરમાં ગરોળી છે અને તમે તેનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો કેટલાક ઘરેલું ઉપાયો તમે અજમાવી શકો છો.

1. તમે કાળા મરીનો પાવડર બનાવો અને પાણીમાં મિક્સ કરો. તેનો સ્પ્રે કરવાથી ગરોળી ભાગી જશે.

2. લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવી તેનો સ્પ્રે કરી શકો છો. તેની સુગંધ ગરોળીઓને પસંદ નથી.

3. જો તમે કપૂરની ગોળીઓનો સ્પ્રે બનાવી લો અને તેને છાંટો એટલે ગરોળી રવાના થઈ જશે.

આ સિવાય તમે કોકરોચ અને ગરોળી ભગાડવા માટે બજારમાં મળતા સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો.