બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને જહીર ઈકબાલ છેલ્લા ઘણા સમયથી લગ્નને લઈને ચર્ચામાં હતા.

જહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહા એકબીજાને સાત વર્ષથી ડેટ કરી રહ્યા હતા. સાત વર્ષ પછી 23 જુને બંનેએ લગ્ન કરી લીધા.

બંને એ પરિવારના લોકોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

લગ્નની તસવીરોમાં એક વસ્તુ એ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. લગ્નમાં સોનાક્ષી સિંહાએ એકદમ સિમ્પલ સાડી પહેરી હતી.

સોનાક્ષી પોતાના લૂકને લાઈટ મેકઅપ અને વાળમાં ગજરો નાખીને કંપ્લીટ કર્યો હતો.

જો કે સોનાક્ષી સિંહાએ જે સાડી પહેરી હતી તે કોઈ ડિઝાઇનરે તૈયાર કરેલી લાખોની સાડી નથી. પરંતુ તેની માતા પૂનમ સિંહાની 44 વર્ષ જૂની સાડી હતી.

સોનાક્ષી સિન્હાના લગ્નની સાડી ખૂબ જ ખાસ હતી. સાથે જ સોનાક્ષી સિંહાએ જે જ્વેલરી પહેરી હતી તે પણ તેની માતાએ તેના લગ્નમાં પહેરી હતી.