પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે હાડકાં, સ્નાયુઓ અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે.

જો કે, જો પ્રોટીનનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ પ્રોટીનના નુકસાન વિશે....

હેલ્થ એક્સપર્ટના મતે પ્રોટીનનું વધુ પડતું સેવન કરવાથી તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.

જ્યારે શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય છે, ત્યારે તમને થાક લાગે છે અને આંખા શરીરમાં દુખાવો થાય છે.

પ્રોટીનની વધુ માત્રા ખાવાથી શરીરમાં ટ્રાઈમેથાઇલમાઇન એન-ઓક્સાઇડનું સ્તર વધે છે. જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓ થવા લાગે છે.

જો તમે વધુ પડતું પ્રોટીન ખાઓ છો તો તેની અસર કિડની પર પડે છે. જેના કારણે અન્ય બીમારીઓ થવા લાગે છે.

એક લિમિટ કરતા વધુ પ્રોટીન ખાવાથી કબજિયાત અને અન્ય પાચન રોગો પણ થઈ શકે છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુ પ્રોટીન લેવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે કારણ કે તેનાથી શરીરમાં ફેટ વધે છે.

ઇનશોર્ટ, જો તમે આ બધી બીમારીઓથી બચવા માંગતા હોવ તો તમારા વજન પ્રમાણે પ્રોટીનનું સેવન કરો.