કોઈપણ દેશના ચલણનું મૂલ્ય મોંઘવારી દર સાથે ફરે છે અને સમય જતાં બદલાય છે.

SEBIના જણાવ્યા અનુસાર, ભારતમાં સરેરાશ વાર્ષિક 6-7 ટકાના દરે ફુગાવો વધવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

મોંઘવારીના દરના આધારે, આજના 50,000 હજાર રૂપિયાને 5 વર્ષ પછીની રકમ મૂલ્યના સમાન ગણી શકાય.

SEBIના મોંઘવારીના કેલ્ક્યુલેટર મુજબ, જો 7% ના મોંઘવારીના દર મુજબ ગણતરી કરવામાં આવે તો, આજના 50,000 હજાર રૂપિયા 5 વર્ષ પછી રુ. 70,127.59 ની બરાબર થશે.

અહીં સમજી શકાય છે કે આજની સરખામણીમાં ભવિષ્યમાં પૈસાનું મહત્વ કેટલું રહેવાનું છે.