ધૂમ્રપાન એક એવી આદત છે કે તે તમારા સ્વાસ્થ્યને અંદરથી પોકળ બનાવી દે છે. જેના કારણે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો પણ વધી જાય છે.

આ સમસ્યાને ઉકેલવા અને માનવ શરીર માટે ધૂમ્રપાન કેટલું ખરાબ છે તે અંગે જાગૃતિ ફેલાવવા માટે, WHO એ વિશેષ માર્ગદર્શિકા બહાર પડી  છે.

WHO એ મંગળવારે પ્રથમ વખત તમાકુનું વ્યસન છોડવા માંગતા લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડી.

WHO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા.....

WHO એ ધૂમ્રપાન અને સિગારેટનું વ્યસન છોડવામાં મદદ કરવા માટે ફાર્માકોથેરાપી અને વર્તણૂકીય હસ્તક્ષેપનું સંયોજન સૂચવ્યું છે.

ધૂમ્રપાન છોડવા માટે જે ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને તેનો ખર્ચ પણ ઓછા ખર્ચે લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

સારવાર દરમિયાન વેરેનિકલાઇન, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, બ્યુપ્રોપિયન અને સાઇટિસિન જેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવશે.

આ સિવાય WHOએ કહ્યું કે ટેક્સ્ટ મેસેજિંગ, સ્માર્ટફોન એપ્સ અને ઈન્ટરનેટ પ્રોગ્રામ જેવી ડિજિટલ વસ્તુઓનો ઉપયોગ કરીને આ મિશનને આગળ લઈ જવાના પ્રયાસો કરવામાં આવશે.