શરુ થયું છે નવું સ્કૈમ

સ્કેમર્સ લોકોને ઠગવા માટે નવા-નવા આઈડ્યાનો ઉપયોગ કરે છે. એક નવો સ્કેમ તાજેતરમાં India Post ના નામે થઈ રહ્યો છે.

બનાવટી પાર્સલનો કરી રહ્યા છે SMS

જોવામાં આવ્યું છે, સ્કેમર્સ India Post ના નામે બનાવટી પાર્સલનના SMS મોકલે છે, તે SMSમાં લખ્યું હોય છે કે તમારું પાર્સલ વેરહાઉસ પર આવી ગયું છે.

શું હોય છે આવા પ્રકારના SMS?

‘તમને ઘણીવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ સંપર્ક ના થઈ શક્યો, અઘૂરી માહિતિ હોવાના કારણે પાર્સલ તમારા સુધી પહોચી શક્યું નથી’

એક લિંક પણ હોય છે SMSમાં

‘આગળના 48 કલાકમાં પોતાનું એડ્રેસ અપડેટ કરો, નહીંતર તમારું પૈકેજ પાછું જતુ રહેશે. ’આની સાથે સ્કેમર્સ એક લિંક પણ અટેચ કરે છે.

તે લિંક તમને ફરજી વેબસાઈટ પર લઈ જશે. જો તમને પણ આવો SMS આવે છે તો તેમના આપેલા લિંક પર ક્લિક ના કરો.

કોઈ પણ અજાણી લિંક પર પોતાની પર્સનલ ડિટેલ્સ શેર કરશો નહી. એનાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે, ક્યારે પણ પોતાની બૈંકિંગ ડિટેલ્સ અજાણ્યા વ્યક્તિથી શેર ના કરશો.

ડિજિટલ વલ્ડમાં સુરક્ષિત રહેવા માટે તમારે સાવધાન રહેવું પડશે. SMS કે વોટ્સએપ મેસેજમાં આવાવાળી અજાણી લિંક પર ક્લિક ના કરશો.

કોઈ પણ પરિસ્થિતિમાં અજાણ્યા સોર્સથી એપ્સને ડાઉનલોડ ના કરશો. પોતાનો OTP પણ કોઈની સાથે શેર ના કરશો. કારણ કે તેનાથી મોટું નુકશાન થઈ શકે છે.