ભારત જંગલો અને પર્વતોથી ઘેરાયેલો દેશ છે. દરેક રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં નાના-મોટા જંગલો જોવા મળે છે.

આજે અમે તમને એવા રાજ્યો વિશે જણાવીશું જ્યાં સૌથી વધુ જંગલ વિસ્તારો છે...

માહિતી મુજબ મધ્યપ્રદેશ સૌથી વધુ જંગલ ધરાવતું રાજ્ય છે. અહીનો અમુક જંગલ વિસ્તાર 94,689 કિલોમીટર છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 30.7% છે.

મધ્યપ્રદેશ

અરુણાચલ પ્રદેશ

ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતા રાજ્યોની યાદીમાં અરુણાચલ પ્રદેશ બીજા ક્રમે આવે છે. અહીં અંદાજે 83,743 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર છે.

મહારાષ્ટ્ર

આ યાદીમાં ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર છે, જ્યાં 61,907.08 ચોરસ કિલોમીટર સુધીનો જંગલ વિસ્તાર જોવા મળે છે.

ઑડિશા

સૌથી વધુ વન વિસ્તાર ઘરાવતા રાજ્યોની યાદીમાં ઓરિસ્સા ચોથા ક્રમે આવે છે, જ્યાં 61,204.17 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર જોવા મળે છે.

છતીસગઢ

સૌથી વધુ વન વિસ્તાર ઘરાવતા રાજ્યોની યાદીમાં છતીસગઢ પાંચમા ક્રમે આવે છે. અહીંનો કુલ જંગલ વિસ્તાર 59,772 ચોરસ કિલોમીટર છે.