ઈશાન કિશને છેલ્લે નવેમ્બર 2023માં છેલ્લી મેચ રમી હતી. જે બાદ અંગત કારણોસર ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો.

ભારતીય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે જો ઈશાન કિશન વાપસી કરવા ઈચ્છે, તો તેણે પ્રાદેશિક ક્રિકેટ રમવું પડશે અને તેમાં પ્રદર્શન કરવું પડશે.

રાહુલ દ્રવિડે એ પણ કહ્યું કે ઈશાન કિશન રણજી ટ્રોફી રમવા માટે યોગ્ય માનસિક સ્થિતિમાં નથી.

ઈશાને કહ્યું, "મેં બ્રેક લીધો અને મને લાગ્યું કે તે સરળ છે. એક નિયમ છે કે જો તમારે પુનરાગમન કરવું હોય તો તમારે સ્થાનિક ક્રિકેટમાં પ્રદર્શન કરવું પડશે.''

પ્રાદેશિક ક્રિકેટ રમવું ઈશાન માટે ઘણું અલગ હતું કારણ કે તે રમવા માટે ઈશાન યોગ્ય માનસિક સ્થિતિમાં ન હતા. અને તેથી તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.

ઈશાને તેમની નિરાશા વ્યક્ત કરતા કહ્યું, ''તે નિરાશાજનક હતું. આજે હું એમ કહેવા માંગતો નથી કે બધું બરાબર છે. મારા માટે તે બિલકુલ સરળ ન હતું.''

ઈશાન એવું વિચારતા કે,મારા મગજમાં ચાલતું રહ્યું; કે આ શું થઈ ગયું? આગળ શું થશે, જ્યારે હું પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે આ બધી વસ્તુઓ મારી સાથે કેમ થઈ.

ઈશાન કિશન તેઓની માનસિક સ્થિતિને રણજી ટ્રોફી મેચ ન રમવાનું કારણ જણાવે છે.