હિન્દૂ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર અને મહત્વનો માનવામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે.

જેથી શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા-અર્ચના અને વ્રત રાખવાની માન્યતા છે. સાથે જ શ્રાવણ મહિનામાં આવતા સોમવારનો દિવસ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પંચાંગ અનુસાર, આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 22 જુલાઈ, 2024(ઉત્તર ભારત)થી થઇ રહી છે અને 19 ઓગસ્ટ, 2024ના રોજ સમાપન થશે.

આ વર્ષે શ્રાવણ મહિનામાં બની રહેલા સંયોગો શ્રાવણ મહિનાનું મહત્વ વધારે છે. આવો સંયોગ શ્રાવણમાં 72 વર્ષ બાદ બની રહ્યો છે.

શ્રાવણની શરૂઆત સોમવારથી જ થઇ રહી છે અને તેનું સમાપન પણ સોમવારે જ સાથે જ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે એટલે કે સોમવારે પ્રીતિ યોગ, આયુષ્માન યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ હશે.