સમાજમાં પ્રેગ્નન્સીને લઈને ઘણી એવી બધી વાતો છે જેને ડૉક્ટર Myth ગણે છે.

જેમ કે પ્રેગ્નન્સી દરમિયાન કેસર દૂધ પીવાથી બાળકનો રંગ ગોરો થાય છે, પપૈયુ ખાવાથી ગર્ભપાત થઈ જાય છે, ઘી ખાવાથી નોર્મલ ડિલીવરી થાય છે આવી ઘણી વધી બાબતો જેમાં કોઈ સાયન્સ નથી.

ડૉકટરના કહ્યા મુજબ, ઘી ખાવાથી નોર્મલ ડિલીવરી તો નથી થતી, પરંતુ વજન ખૂબ ઝડપથી વધે છે.

ગર્ભાવસ્થા દરમિયાન ઘી સ્ત્રીના સંપૂર્ણ સ્વાસ્થય માટે લાભદાયક હોય છે.

ઘી પાચનમાં મદદ કરે છે. તેમજ માતા અને બાળક બંનેને પોષણ પૂરુ પાડે છે અને આ હેલ્દી ફેટનો એક સારો સોર્સ ગણવામાં આવે છે.

પ્રેગ્નન્સી દરમિયાન રોજ એક ચમચી ઘી ખાવું જોઈએ કારણ કે ઘીમાં વિટામિન A, D, E અને K જેવા અગત્યના વિટામિનથી ભરપૂર હોય છે.

ઘીમાં ફેટી એસિડ હોય છે જે બાળકના મગજના વિકાસમાં સહાય કરે છે.

પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ગર્ભવતી સ્ત્રી કઈ રીતે ઘીનો ઉપયોગ કરે છે.