સ્વાન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રખડતા શ્વાનને રાહુ, કેતુ અને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે. આ કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

બિલાડી

શાસ્ત્રો અનુસાર, બિલાડીનો સંબંધ પણ રાહુ સાથે છે. આ કારણથી ઘરમાં બિલાડીનું આવવું કે તેનો અવાજ પણ અશુભ માનવામાં આવે છે.

કબૂતર

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કબૂતરનો સંબંધ રાહુ સાથે છે. જેથી ઘરમાં કબૂતરનું આવવું કે તેમનો માળો બનાવવો એ પણ અશુભ માનવામાં આવે છે.

ઘુવડ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઘરમાં ઘુવડ આવવું અશુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે તે ઘરમાં આવે છે ત્યારે ઘરના લોકો વચ્ચે ઝઘડા થવા લાગે છે.

ચામાચીડિયું

જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરમાં ચામાચીડિયાની હાજરીને કારણે ખરાબ પડછયાનો   વાસ રહે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે અને માત્ર માહિતી માટે આપવામાં આવી રહી છે.