કાચી ખજૂર એટલે ખલેલામાં ફાઈબર અને આયરન જોવા મળે છે, જે કબજિયાતથી છુટકારો અપાવે છે.

નિયમિત રીતે તેનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા જેમ કે પેટમાં દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે.

જે લોકોના શરીરમાં લોહીની કમી હોય છે, તેમણે કાચી ખજૂર ખાવી જોઈએ, તેમના માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

પ્રદૂષણ, લાઈફસ્ટાઈલમાં ફેરફાર અને ખાણીપીણીના કારણે જે લોકોમાં વાળની ચમક ખોવાઈ ગઈ છે, તેમને કાચી ખજૂરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. કાચી ખજૂરમાં વિટામિન બી6 જોવા મળે છે, જે વાળને ખરતા રોકે છે.

એક્સરસાઈઝ વધારે કરવાના કારણે જે લોકોમાં માંસપેશિઓમાં ખેંચ અને દુખાવાની સમસ્યા થતી હોય તેમણે કાચી ખજૂર ખાવી જોઈએ, જેમાં મેગ્નિશિયમ અને કેલ્શિયમ જોવા મળે છે, જે માંસપેશિઓની ખેંચને ઠીક કરવામાં મદદ કરે છે.