બજેટ રજૂ કરતાં પહેલા દરેક વખતે નિર્મલા સીતારમણનો એક ખાસ લુક જોવા મળે છે.

ત્યારે આ વખતે પણ તેમનો આ ખાસ અંદાજ જોવા મળ્યો છે.

23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ છે. નિર્મલા સીતારમણ 2019 થી બજેટ રજૂ કરી રહ્યા છે અને દરેક વખતે તેમનો લુક ખાસ હોય છે.

દર વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ ખાસ દિવસ માટે અલગ જ લુકમાં જોવા મળે છે. ખાસ કરીને, જો આપણે તેની સાડીઓ વિશે વાત કરીએ, તો તે ખૂબ જ એલિગન્ટ હોય છે.

આ વખતે પણ તેનો સાડીનો લુક ખૂબ જ એલિગન્ટ અને સિમ્પલ જોવા મળ્યો છે. તેણે ક્રીમ રંગની સાડી પહેરી છે. મજેન્ટા રંગના બ્લાઉસ સાથે સાડીની બોર્ડર પર મજેન્ટા અને ગોલ્ડન કલર  અને પાલવ પરનું ગોલ્ડન ઝરી વર્ક  તેમના સાદગીને  શાનદાર લુક આપે છે.

અગાઉના વર્ષોમાં નિર્મલા સીતારમણના બજેટ લુક વિશે વાત કરીએ તો, તેમણે 2024 ના વચગાળાના બજેટ માટે વાદળી હેન્ડલૂમ સાડી પહેરી હતી. વાદળી રંગ શાંતિ અને શક્તિનું પ્રતીક છે.

નાણામંત્રીએ બજેટ 2023 માટે લાલ રંગની સાડી પહેરી હતી. પરંપરાગત લાલ રંગ પ્રેમ, શક્તિ, બહાદુરી અને પ્રતિબદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે.

વર્ષ 2022માં નિર્મલા સીતારમણે કોફી રંગની સાડી પહેરી હતી. આ બોમકાઈ સાડી છે જેનું ઉત્પાદન ઓડિશામાં થાય છે.

કોરોના કાળમાં એટલે કે વર્ષ 2021માં નાણામંત્રીએ લાલ બોર્ડરવાળી ઓફ-વ્હાઈટ રંગની સાડી પહેરી હતી. આ રંગ શાંતિ અને શક્તિનું પ્રતીક છે.

2020માં નાણામંત્રીએ પીળી સાડી પહેરી હતી. પીળો રંગ ઉર્જા અને ઉત્સાહનું પ્રતીક છે. આ બજેટ ભારતીય ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હતું જે 2 કલાક 42 મિનિટનું હતું.

વર્ષ 2019માં નાણામંત્રીએ ગુલાબી રંગની સિલ્ક સાડી પહેરી હતી. ગુલાબી રંગ સ્થિરતા અને ગંભીરતાનું પ્રતીક છે.