હાર્દિક પંડ્યા લગ્નના 4 વર્ષ બાદ પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઈ ગયો છે. બન્નેને એક પુત્ર પણ છે, જેને તેઓ સાથે મળીને ઉછેરશે.

નતાશા અને હાર્દિકની જોડીના બ્રેકઅપ બાદ ચાહકો અપસેટ હતા. પરંતુ આ દરમિયાન અનન્યા પાંડે સાથે હાર્દિક પંડ્યાનું નામ જોડાવાથી ઘણાને આશ્ચર્ય થયું હતું.

અનંત અંબાણીના લગ્નમાં જે રીતે હાર્દિક અને અનન્યા એક સાથે જેવા મળ્યા હતા, તેમની કેમેસ્ટ્રી તરત જ વાયરલ થઈ ગઈ હતી. જે જોઈ ચાહકો તેમની જોડી બનાવવા લાગ્યા હતા.

આ દરમિયાન ચાહકોએ જોયું કે હાર્દિક અને અનન્યાએ સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો શરૂ કરી દીધું છે. આ કારણે તેમની ડેટીંગની અફવાઓએ વેગ પક્ડયો હતો.

રિપોર્ટ અનુસાર, અનન્યા પાંડેની નજીકની મિત્રએ અભિનેત્રીના હાર્દિક સાથેના સંબધો વિશે સત્ય જણાવ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે, અનન્યા અને હાર્દિકે અંબાણીના લગ્નમાં ઘણો સમય સાથે વિતાવ્યો હતો.

અનન્યા જેને મળે છે, તેની સાથે ફ્રેન્ડલી વ્યવહાર કરે છે. મોટાભાગના લોકો તેની સાથે જલ્દીથી ભળી જાય છે.

જે પણ લોકો તેમની વચ્ચે રોમેન્ટીક એન્ગલ શોધી રહ્યા છે, તેમને જણાવી દઈએ કે અનન્યા હાલમાં પોતાના કામ પર ફોકસ કરી રહી છે. તેની પાસે ઘણી ફિલ્મો અને OTT  પ્રોજેક્ટ્સ છે.

તે પોતાની બઘી એનર્જીને કરિયર પર ફોકસ કરવા માંગે છે. તેથી અનન્યા અને હાર્દિકને કપલ તરીકે ગણતી તમામ વાતો માત્ર અફવા છે.

અનન્યાની લવ લાઈફની વાત કરીએ તો થોડા સમય પહેલા તેનું આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. આ પહેલા તે ઈશાન ખટ્ટર સાથે રિલેશનશિપમાં હતી.