વરસાદની સિઝનમાં બીમારીઓથી બચવું હોય તો શેકેલું આદુ અને મધનું સેવન કરો. આ બંને વસ્તુ મળીને શરીરને સ્વસ્થ રાખવા અને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

જૂની શરદી-ખાંસીમાં આદુ અને મધ રામબાણ ઇલાજ જેવું કામ કરે છે.

આદુ અને મધમાં ઘણા શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ્સ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે.

આદુ શેકવાની રીત:

આદુને તમે ગેસ પર સરળતાથી શેકી શકો છો. આદુને રીંગણ કે અન્ય વસ્તુઓની જેમ પહેલા શેકી લો. પછી તેની છાલ હટાવી દો. હવે આદુને છીણી લો. તેને મધ સાથે ખાવ.

શેકેલું આદુ અને મધ ખાવાના ફાયદા:

આદુ અને મધ ખાવાથી ગળાની ખરાશ અને ખાંસીને દૂર કરી શકાય છે. તેના ખાવાથી ગળામાં આવતા સોજો પણ ઓછો થઇ જાય છે.

શેકેલું આદુ સાંધા અને હાડકાના દુ:ખાવામાં આરામ આપે છે. શેકેલા આદુમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, તેનાથી સોજો ઓછો થવામાં મદદ મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ શેકેલું આદુ ફાયદાકારક હોય છે. તેનાથી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

શેકેલુ આદુ ખાવાથી માઇગ્રેન કે સામાન્ય માથાના દુ:ખાવામાં પણ આરામ મળે છે. તેનાથી દુ:ખાવો ઓછો થઇ શકે છે.

શેકેલુ આદુ અને મધ વરસાદની સિઝનમાં તમારી ઇમ્યુનિટી મજબૂત કરે છે. તેનાથી તમે ઘણી બીમારીઓ અને ઇન્ફેક્શનથી બચી જાવ છો.