ઓનલાઈન શોપિંગ દ્વારા ખરીદેલ સામાન એક બોક્સમાં સીધો તમારા ઘરે આવે છે. અને જ્યારે તમે બોક્સ ખોલો છો ત્યારે  તમને તમારો વસ્તુ મળી જાય છે.

Amazon એક એવું લોકપ્રિય પ્લેટફોર્મ છે, જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં તેની સુવિધાઓ પ્રદાન કરી રહ્યું છે. પરંતુ એક મહિલાને ડિલિવરી બોક્સમાં તેની વસ્તુના બદલે  ગરોળી મળી આવી છે.

કોલંબિયાની એક મહિલાએ તાજેતરમાં Amazon પરથી એર ફ્રાયરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે તેણે બોક્સ ખોલ્યું તો તેની અંદરથી એક ગરોળી બહાર આવી.

સોફિયા સોરાનો નામની મહિલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તેમાં એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ લખ્યું કે મેં Amazon પરથી એર ક્રાયરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ મને તે ન મળ્યું. જો કે, તેને આગળ લખ્યું કે મને ખબર નથી કે આમાં Amazon ની ટીમ ભૂલ છે કે કુરિયર ટીમની ભૂલ છે.

આ પછી Amazon મહિલાની પોસ્ટનો જવાબ આપ્યો છે. પોસ્ટમાં માફી માંગી અને મહિલાને સંપૂર્ણ મદદ કરવા જણાવ્યું.