ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં મોટી સંખ્યામાં યુવા ડાયાબિટીસથી પીડિત છે. તેનું એક મોટુ કારણ ખરાબ લાઇફસ્ટાઇલ માનવામાં આવી રહી છે.

ડાયાબિટીસ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારી છે જેને લાઇફસ્ટાઇલ દ્વારા જ ઘણી હદ સુધી ઠીક કરી શકાય છે.

માત્ર દવા નહીં પરંતુ ઘણા આયુર્વેદિક ઉપાય પણ ડાયાબિટીસમાં વધેલા બ્લડ સુગરને ઓછું કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ માટે સવારે આ લીલા પાનની ચા બનાવીને પણ પી લો. સુગર લેવલ એકદમ કંટ્રોલમાં રહેશે.

આ લીલા હર્બ છે તુલસી. તુલસીની ચા પીવાથી બ્લડ સુગર કંટ્રોલ રહે છે.

જી હા, તુલસીના પાન ડાયાબિટીસમાં ખૂબ જ પ્રભાવી સાબિત થાય છે. તમે તુલસીના પાનની ચા બનાવીને પી શકો છો અથવા તો સવારે ખાલી પેટ તુલસીના પાન ચાવીને ખાઇ શકો છો.

ઘણા રિસર્ચમાં તે વાત સામે આવી ચુકી છે કે તુલસી સ્વાસ્થ્ય માટે ગુણકારી સાબિત થાય છે. તુલસીના પાનમાં એન્ટીઓક્સિડેન્ટ્સ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, ફાયબર અને એન્ટીડાયાબિટીક ગુણ હોય છે.

આ તમામ પોષક તત્ત્વ મળીને શરીરમાં વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. જો તમે રોજ તુલસીના પાનથી બનેલી ચા પીવો છો કે પછી સવારે ખાલી પેટ તુલસીના પાન ખાવ છો તો તેનાથી બ્લડ સુગર લેવલ ઓછું કરવામાં મદદ મળે છે.

તુલસીના પાન શરીરને ઘણા રોગોથી બચાવે છે. રોજ સવારે ખાલી પેટ તુલસીના 4-5 પાન ચાવીને ખાવાથી ડાયાબિટીસ, કફ, અસ્થમા, શરદી અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.