આયુર્વેદમાં મેથીને શ્રેષ્ટ ઔષધિ માનવામાં આવે છે જેનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે થાય છે.

તેમાં આલ્ક્લોઇડ્સ, વિટામિન C, પોટેશિયમ અને આયર્ન છે તે સાથે પ્રોટીન, ફાઇબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે.

અંકુરિત મેથી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે....

અંકુરિત મેથી ખાવાથી કેન્સરનું જોખમ પણ ઘટી જાય છે.

સપ્રાઉટેડ મેથી ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને તેથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.

અંકુરિત મેથી ખાવાથી પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ મળે છે. PMS લક્ષણો પણ ઘટાડી શકે છે.

સપ્રાઉટેડ મેથી વાળ માટે પણ બેસ્ટ હોય છે તે ડેન્ડ્રફની સમસ્યા ઓછી કરે છે અને વાળ ચમકદાર બનાવે છે.

પછી, અંકુરિત મેથી પાઈલ્સની સમસ્યામાં રાહત આપે છે અને પાચનને ઝડપી બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.