ભગવાન શિવને મહાદેવ, શંકર, ભોલેનાથ અને શિવ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. સપ્તાહના પહેલા દિવસે સોમવારે એમની ભક્તિ કરવી ખાસ માનવામાં આવે છે.

આ દિવસે લોકો વ્રત રાખે છે અને ભોલેનાથની કૃપા મેળવવા માટે પુરા વિધિ વિધાનથી પૂજા કરે છે.

ત્યાં જ શ્રાવણ માસ દરમિયાન તમે શિવ ભક્તિમાં લિન રહો છો તો ભોલેનાથને પ્રસન્ન કરવાનો આ સૌથી સારો સમય માનવામાં આવે છે.

શિવલિંગનો અભિષેક દરમિયાન ઘણા પ્રકારના ફૂલ ચઢાવે છે, દૂધ, ધતુરો વગેરે અર્પિત કરે છે. 

પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ માસમાં પૂજા કરી અથવા સામાન્ય દિવસોમાં, શિવ પૂજા માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 

એમાંથી જ એક છે શિવલિંગ પર હળદર ન ચઢાવો.

તમે બધાએ પૂજા દરમિયાન હળદરનો ઉપયોગ જોયો જ હશે, તેને શુભતાના રૂપમાં જોવામાં આવે છે.

પરંતુ શિવલિંગ પર હળદર ન  ચઢાવવી જોઇએ. 

હળદરને ફળદ્રુપતા અને સમૃદ્ધિ તેમજ ભૌતિક અને પારિવારિક સુખનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારે ભગવાન શિવનો સ્વભાવ ત્યાગ અને સાંસારિક ઈચ્છાઓ તરફ આકર્ષિત ન થવાનો છે.

એવું માનવામાં આવે છે કે તેમને ભૌતિકવાદ સાથે કોઈ લગાવ નથી. મહાદેવની તપસ્વી જીવનશૈલી સાથે હળદરનો સંબંધ સાવ વિપરીત છે. આ જ કારણ છે કે ભગવાન શિવને હળદર ચઢાવવામાં આવતી નથી.