હાલ ચોમાસાની ઋતુ છે, તેથી સ્વાભાવિક છે કે વરસાદ દરમિયાન રસ્તાઓ પણ ભીના થઈ જશે અને આવી સ્થિતિમાં મોટો અકસ્માત પણ થઈ શકે છે.

કાર ચલાવતી વખતે તમારી સાથે આવું કંઈ ન થાય તેની ખાતરી કરવા માટે, તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે....

1) બ્રેકિંગ સિસ્ટમ સારી સ્થિતિમાં રાખો

વરસાદની સિઝનમાં રસ્તાઓ પર દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળે છે, પાણી ભરાવાને કારણે વારંવાર બ્રેક લગાવવી પડે છે. આવી સ્થિતિમાં કારની બ્રેકિંગ સિસ્ટમને સારી સ્થિતિમાં રાખવી મહત્વપૂર્ણ છે. 

2) ટાયર તપાસો

વરસાદની મોસમમાં રસ્તાઓ લપસણા બની જાય છે, જો તમારા ટાયરની સ્થિતિ સારી ન હોય તો તમારી કાર સરળતાથી લપસી શકે છે.

3) ધીમી ગતિએ વાહન ચલાવવું

વરસાદની મોસમમાં, કારને ધીમી ગતિએ ચલાવો અને આગળના વાહનથી યોગ્ય અંતર જાળવો.