બિગ બોસ OTT 3ની વિનર સના મકબુલ આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે.

જીત પછી, સનાએ Rumour Boyfriend શ્રીકાંત બુરેડી સાથે ઉજવણી કરી. શ્રીકાંતે પણ સનાને સ્પેશિયલ ફિલ કરાવવામાં કોઈ કસર છોડી નથી.

સના અને શ્રીકાંત બુરેડીએ બિગ બોસનો સેટ એકસાથે છોડી દીધો હતો. આ દરમિયાન શ્રીકાંતે પણ સના સાથેના સંબંધોની પુષ્ટિ કરતા લગ્નની ખબરો પર કહ્યું કે ધીરે ધીરે બધાને ખબર પડી જશે. પણ થોડો સમય લાગશે.

આ સાંભળ્યા પછી ચાહકો સનાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે લગ્ન વિશે સનાની ચોંકાવનારી પ્રતિક્રિયાએ ફેન્સને કન્ફ્યુઝનમાં મૂકી દીધા છે.

વાસ્તવમાં, એક ઇન્ટરવ્યૂ દરમિયાન, જ્યારે તેના બોયફ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સનાએ તેને ઓળખવાની ના પાડી.

શ્રીકાંત બુરેડીના નામ પર સનાએ કહ્યું- કોણ શ્રીકાંત? સનાએ આગળ કહ્યું કે શ્રીકાંત માત્ર તેનો સારો મિત્ર છે.

સનાનો જવાબ સાંભળીને ફેન્સ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. આ પછી જ્યારે સનાને પૂછવામાં આવ્યું- લગ્નનું શું પ્લાન છે? જેના પર સનાએ જવાબ આપ્યો- કોની સાથે?

લગ્નના સવાલ પર સનાએ શ્રીકાંતને પોતાનો બેસ્ટ બડી કહ્યો. તેણે કહ્યું કે શ્રીકાંત તેના જીવનમાં હંમેશા સપોર્ટ સિસ્ટમ રહ્યો છે.