મોટાભાગના લોકો પોતાના ઘરમાં કે આંગણામાં તુલસીનો છોડ જરૂરથી વાવે છે. ખાસ કરીને હિન્દુના ઘરમાં તુલસીનો છોડ જોવા મળશે જ, કેમ કે તુલસી સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક્તા નથી આવતી.

તુલસીનો છોડ ઘણી વખત સુકાઈ જાય છે તેનું કારણ હોય છે કે લોકો તુલસીનો છોડ વાસ્તુ પ્રમાણે નથી રાખતા. વાસ્તુ દોષ હોવાને કારણે તુલસીનો છોડ સુકાઈ જાય છે.

તુલસીનો છોડ હંમેશા ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ. કેમ કે ઉત્તર દિશામાં લક્ષ્મી જીનો વાસ હોય છે.

તુલસીને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિશામાં દેવી દેવતાઓનું સ્થાન હોય છે.

ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવાથી તેના પાન નહી સુકાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે. ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે.