શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે.

પરંતુ શું તમે જાણો છો કે શ્રવણમાં બાબા ભોલેનાથને કઈ-કઈ વસ્તુઓ પસંદ છે?

પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર મહાદેવ મહારાસમાં જોડાવા વૃંદાવનધામ ગયા હતા.

અને ત્યાં ભગવાન કૃષ્ણએ તેમને માલપુઆ ખવડાવ્યા, ત્યારથી ભગવાન શિવને માલપુઆ ખાવાનો શોખ થઈ ગયો.

તો એક બીજી પૌરાણિક કથાઓ મુજબ, માતા પાર્વતીએ તેમને ખીર ખવડાવી હતી, તેથી જ ભેલેનાથને ખીર ખુબ જ પસંદ છે.

અને છેલ્લી વસ્તુ કે ભગવાન શિવે સમુદ્ર મંથન દરમિયાન હલાહલ ઝેર પીધું હતું.

આ પછી દેવી-દેવતાઓએ મહાદેવને દૂધ અર્પણ કર્યું, અને દૂધ મોંમાં પહોંચ્યા પછી દહીંમાં ફેરવાઈ ગયું.

અને તેથી જ, શ્રાવણ મહિનામાં મહાદેવને ખીર, માલપુઆ અને દહીં ચઢાવવામાં આવે છે.