19 ઓગસ્ટે આવનાર આ તહેવાર ભાઇ-બહેનના અણમોલ સંબંધોના જશ્નના રૂપમાં ઉજવવામાં આવે છે.

રક્ષાબંધન આવતા પહેલા જ બહેનો પોતાના સાજ-શણગારનો સામાન ખરીદવા લાગે છે અને પાર્લર જઇને પોતાને થોડું ચેન્જ પણ કરે છે.

ઘણી બહેનો સ્કિન કેર કરાવવા માટે પાર્લરમાં પણ જાય છે. પરંતુ, ઘણી વખત એવું બને છે કે વધુ પડતા કામના કારણે વ્યક્તિને પાર્લરમાં જવાનો સમય નથી મળતો.

આવી સ્થિતિમાં, અમે અહીં તમને સ્કિન કેરની કેટલિક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી તમારી ત્વચા પણ ખીલી ઉઠશે....

બટાકાથી બનાવો પીલ-ઓફ માસ્ક:

બટાકા તમારી સ્કિન માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. તે તમારી સ્કિનના ડાર્ક સ્પોટને સાફ કરે છે.

બટાકાના રસથી બનતું પીલ-ઓફ માસ્ક લગાવવા માટે તમારે ઘણી સાવચેતીઓ રાખવી પડશે. મેકઅપ બ્રશનો યુઝ કરીને તેને લગાવો અને ધ્યાન રાખો કે તે તમારી આઇબ્રો પર ટચ ન થાય.

આ સિવાય તેનાથી તમારા બ્લેક હેડ્સ પણ નીકળી જશે. ફેસ પર વર્ષોથી જામેલી ગંદકી પણ આ માસ્કથી નીકળી જશે.

માસ્ક આખા ફેસ પર અપ્લાય કર્યા બાદ તેને 5-10 મિનિટ માટે લગાવી રાખો અને સુકાયા બાદ હળવા હાથે તેને સ્કિન પરથી દૂર કરો.