પોપ્યુલર અમેરિકન સિંગર જેનિફર લોપેઝ ચોથી વખત ડિવોર્સ લેવા જઇ રહી છે. 2022માં 'ધ બેટમેન' સ્ટાર બેન એફલેફ સાથે લગ્ન કરનારી જેનિફરે છૂટાછેડા માટે અરજી કરી છે.

આ વર્ષે મે મહિનામાં એવા અહેવાલો આવ્યા હતા કે જેનિફર અને બેનનો સંબંધ તૂટવાની અણી પર છે. અને કહેવામાં આવ્યું હતું કે જેનિફર બેનને કન્ટ્રોલ કરવા માંગે છે.

હવે TMZના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જેનિફરે હાલમાં જ લોસ એન્જલસ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં ડાયવોર્સના કાગળો સબમિટ કર્યા છે.

જુલાઈ 2022માં, જેનિફર અને બેને લાસ વેગાસમાં એક ચેપલમાં લગ્ન કરી લીધા હતા. આ કપલે જ્યોર્જીયામાં પણ લગ્નની ઉજવણી કરી હતી.

જેનિફર અને બેન પહેલીવાર 2000ના દાયકામાં એકબીજાને ડેટ કર્યા છે. જ્યારે બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે જેનિફર તેના બીજા પતિ ક્રિસ જુડથી ડાયવોર્સ લેવાની તૈયારીમાં હતી.

નવેમ્બર 2002માં તેમની સગાઈ પણ થઈ હતી. તે સમયે તેઓ એક પ્રખ્યાત કપલ હતા અને તેમનું નામ 'બેનિફર' હતું.

આ દંપતીએ સેપ્ટમ્બર 2003 માટે આયોજિત તેમના લગ્નના પોસ્ટપોન કરીને લોકોને આશ્ચર્યચકિત કર્યા. અને જાન્યુઆરી 2004માં તેમની સગાઈ તૂટવાના સમાચાર આવ્યા.

બેન અને જેનિફર 2021માં ફરી એકબીજા એ ડેટ કરવાનું શરૂ કર્યું. તેઓએ ડેટિંગની પુષ્ટિ કરી અને 2022માં લગ્ન પણ કર્યા.

બેન પહેલા જેનિફરના ત્રણ વખત લગ્ન થયા હતા. તેણીએ પહેલા ક્યુબન વેઈટર ઓજાની નોઆ સાથે લગ્ન કર્યા.

બીજી વખત, જેનિફરે તેના બેકઅપ ડાન્સર ક્રિસ જુડ સાથે લગ્ન કર્યા, જે માત્ર 2 વર્ષ જ ચાલ્યા. સિંગર માર્ક એન્થની 2004મા તેનો  પતિ બન્યો અને આ સંબંધ 2014 સુધી ચાલુ રહ્યો.

આ પછી બેન સાથે જેનિફરના આ ચોથા લગ્ન હતા અને તેઓ ડેટિંગ શરૂ કર્યા પછી, બંનેએ લોસ એન્જલ્સમાં પોતાના માટે એક ડ્રિમ હાઉસ પણ ખરીધું હતું.