શ્રદ્ધા કપૂરની લેટેસ્ટમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે.

‘સ્ત્રી 2’ ફિલ્મ અભિનેત્રીના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે. ફિલ્મની સફળતા પછી એક્ટ્રેસે હવે એક નવું ઘર લીધું છે. એકટ્રેસ બહુ જલ્દી બોલિવૂડનાં એક સુપરસ્ટારની પડોશી બની જશે.

મીડિયા રિપોટ્સ અનુસાર શ્રદ્ધા કપૂર રિતિક રોશનનાં સી-ફેસિંગનાં ઘરને રેન્ટ પર લેવાની છે. આમ, જો શ્રદ્ધા કપૂર આ ઘર લે છે તો અક્ષય કુમારની પડોશી બનશે.

અક્ષય કુમાર અને ટ્વિકંલ ખન્ના આ બિલ્ડિંગમાં એક લક્ઝરી ડુપ્લેક્સમાં રહે છે.

તમને જણાવી દઇએ કે પહેલાં એવા સમાચાર સામે આવ્યા હતા કે પિતા બન્યા પછી વરુણ ધવન રિતિક રોશનનાં ઘરમાં શિફ્ટ થવાનો છે.

પરંતુ હવે લેટેસ્ટ રિપોટ્સ અનુસાર એની ડીલ ફાઇનલ થઇ શકી નથી.