ઘરના લોકોનું પેટ સારી રીતે ભરાય અને બધા મન ભરીને ખાય તેના માટે મહિલાઓ ગરમગરમ રોટલી બનાવીને આપે છે.

તે પછી જ્યારે ગૂંથેલો લોટ વધે તો તેને ફ્રિજમાં સ્ટોર કરી દે છે. જેથી તે ખરાબ ન થાય અને તેનો ઉપયોગ ફરીથી રોટલી બનાવવા માટે કરી શકાય.

લોટ સ્ટોર કરતી વખતે મહિલાઓ કેટલિક કોમન ભૂલો કરી દે છે જેના કારણે ગૂંથેલો લોટ કાળો અને કડક થઇ જાય છે.

તેથી આજે અમે તને ગૂંથેલા લોટને સ્ટોર કરવાની સાચી રીત જણાવી રહ્યાં છીએ, તેનાથી તે ખરાબ નહીં થાય અને મુલાયમ પણ રહેશે.

જો તમે લોટને પ્લાસ્ટિકના ડબ્બા કે વાટકામાં ભરીને પ્લેટથી ઢાંકીને ફ્રિજમાં મુકો છો તો આ રીત એકદમ ખોટી માનવામાં આવે છે કારણ કે ફ્રિજની અંદરના ટેમ્પરેચરમાં લોટને ખુલ્લો રાકવો નુકસાનકારક સાબિત થાય છે.

સેફ્ટીને ધ્યાનમાં રાખતા લોટને ફ્રિજમાં રાખતા પહેલા એક એરટાઇટ કંટેનરમાં ભરવો જોઇએ. આવું કરવાથી લોટ ખરાબ નહીં થાય અને રોટલી પણ સોફ્ટ બને છે.

જો કે લોટ ભલે ફ્રિજમાં સ્ટોર કરો પરંતુ 7થી 8 કલાકમાં આ લોટનો ઉપયોગ કરી લો. તેને વધારે સમય સુધી સ્ટોર ન કરવો જોઇએ.

લોટને કડક અને કાળો થવાથી બચાવવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ પણ કરી શકાય છે.