ચોમાસામાં પાચનતંત્ર સ્વસ્થ રાખવું જરૂરી છે. બાળકોને તળેલા પદાર્થો ન આપવા જોઈએ. કારણ કે બાળકોને ચોમાસામાં તળેલી વસ્તુઓ ખવડાવવાથી તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ચોમાસામાં માછલી જલ્દી બગડી શકે છે અને આ સમય દરમિયાન ઘણા પ્રકારની માછલીઓ પ્રજનન કરતી હોય છે, જેનાથી માછલીની ક્વોલિટી અને સ્વાદ પર અસર પડે છે.

ચોમાસામાં નમકીન ખાદ્ય પદાર્થોનું સેવન પાણીના અવશોષણ અને સુસ્તીને પ્રોત્સાહન આપી શકે છે. જેથી મીઠાનો ઉપયોગ સીમિત માત્રામાં કરવો જોઈએ. 

એક આર્ટિકલ અનુસાર, ચોમાસામાં ડેરી પ્રોડક્ટ્સ, ખાસ કરીને અનપેસ્ચરાઇઝડ મિલ્ક અને દૂધમાંથી બનેલી વાનગીઓ ન ખાવી જોઈએ.

દહીંમાં ઠંડક હોય છે, જે ચોમાસામાં શરદી અને ખાંસીને પ્રોત્સાહન આપી શકે છે.

ચોમાસામાંમાં પાંદડાવાળા  શાકભાજીમાં વધુ ભેજ હોય છે, જેના કારણે બેક્ટેરિયા અને ફંગસ વધવાની સંભાવના રહેલી છે.