શાસ્ત્રોમાં શુભ અને અશુભ સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશતા પહેલા અનેક પ્રકારના સંકેતો આપે છે.

તે જ સમયે, વ્યક્તિને આર્થિક નુકસાન અથવા દેવી લક્ષ્મીના ઘર છોડતા પહેલા પણ ઘણા પ્રકારના સંકેતો મળે છે.

આ સંકેતો વ્યક્તિને તેના જીવનમાં આવનારી સમસ્યાઓ, મુશ્કેલીઓ, ગરીબી વગેરે વિશે અગાઉથી જણાવી દે છે.

ચાલો જાણીએ  એવા જ  સંકેતો વિશે, જે દેવી લક્ષ્મીના નરાજગી દર્શાવે છે....

શાસ્ત્રોમાં સોના-ચાંદીને ખૂબ શુભ માનવામાં આવે છે. ત્યારે જો તમારા ઘરેણાં ચોરી થઇ જાય છે અથવા ખોવાઇ જાય છે તો તે માતા લક્ષ્મી નારાજ થવા અંગે ઇશારો કરે છે.

વાસ્તુમાં નળના ટપકવાને અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જો આવું થાય છે તો તેનાથી તમને ધન હાનિ થઇ શકે છે.

જો તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યો છે અને તે કોઈ કારણ વગર વારંવાર સુકાઈ રહ્યો છે તો તે દેવી લક્ષ્મીના નારાજ થવાની નિશાની છે.  

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધને માતા લક્ષ્મી સાથે સંબંધ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં ઘરમાં વારંવાર દૂધ ઢોળવું શુભ માનવામાં આવતું નથી.