સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. નતાશા સાથે તેના લગ્નનો અંત...

પત્નીથી અલગ થયા બાદ હાર્દિકનું નામ ક્યારેક અન્યયા પાંડે સાથે તો ક્યારેક સિંગર જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે.

લાઇમલાઇટમાં રહેલા હાર્દિક માટે એક અભિનેત્રીએ જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

એક ઇન્ટરવ્યૂમાં 'પ્યાર કા પંચનામાં' ફેમ અભિનેત્રી ઇશિતા રાજે હાર્દિક પંડ્યાને પોતાનો ક્રશ ગણાવ્યો હતો.

હાર્દિક વિશે પૂછવામાં આવતા ઇશિતાએ કહ્યું- તે એક મહાન ક્રિકેટ ઓલરાઉન્ડર છે. તેને બેટિંગ કરતા જોવાની મજા આવે છે.

હું તેમને પ્રેમ કરું છું. તે મારા ફેવરિટ ક્રિકેટરોમાંથી એક છે. મને તેના પર ક્રશ છે.

ઇશિતા રાજે બૉલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેને લવ રંજનની ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ફેમ મળી હતી.

ઇશિતા છેલ્લે ફિલ્મ 'વાઈલ્ડ વાઈલ્ડ પંજાબ'માં જોવા મળી હતી. આમાં તેની સાથે જસ્સી ગિલ, વરુણ શર્મા અને પત્રલેખાએ કામ કર્યું હતું.