ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. શુભ મુહૂર્તમાં મૂર્તિનું સ્થાપન કરવાથી વિશેષ લાભ થાય છે.

હિંદુ ધર્મમાં, દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાય છે.

ઉદયતિથિ અનુસાર આ વર્ષે 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે શુભ મુહૂર્તમાં ગણેશની મૂર્તિનું સ્થાપન કરાય છે. જાણો કયા-કયા છે શુભ મુહૂર્ત.

 અભિજીત મુહૂર્તમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવાનું વિશેષ માહાત્મ્ય છે. આ ઉપરાંત રવિ અને બ્રહ્મ યોગમાં પણ પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે.

મૂર્તિની સ્થાપનાનો શુભ સમય સવારે 11:04 થી બપોરે 1:34 સુધીનો રહેશે. જયારે અભિજીત મુહૂર્ત સવારે 11:54 થી 12:44 સુધી છે. અને રવિ યોગ સવારે 06:02 થી 12:34 તેમજ બ્રહ્મ યોગ સવારથી 11:17 સુધી છે.

 મૂર્તિ સ્થાપિત કરવા માટેના શુભ સમય અને વિધિઓનું પાલન કરવાથી ભગવાન ગણેશના વિશેષ આશીર્વાદ મળે છે.

ભગવાન ગણેશની મૂર્તિને યોગ્ય દિશામાં મુખ રાખીને સ્થાપિત કરવી અને પૂજા કરતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

ગણેશને જ્ઞાન અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી બુદ્ધિ વધે છે. ગણેશને  વિઘ્નહર્તા પણ કહે છે.  જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા પણ ભગવાન ગણેશની આરાધના કરવાનું માહાત્મ્ય છે.