એવું માનવામાં આવે છે કે જો ઘરમાં બેઠેલા ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે અને તે ગણેશની મૂર્તિની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ રહે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
કલામાં રસ ધરાવતા લોકો માટે નૃત્યની મુદ્રામાં ગણપતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નૃત્ય કરતી વખતે અથવા કોઈપણ વાદ્ય વગાડતી વખતે ગણપતિની મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં સુખ, આનંદ અને કલામાં સફળતા મળે છે.
ગણેશજીની આ મુદ્રાની મૂર્તિનું સ્થાપન વેપારીઓ માટે શુભ માનવામાં આવે છે. આ મૂર્તિની સ્થાપનાથી ઘરમાં સુખકારી સાથે યશ અને કિર્તીમાં પણ વધારો થાય છે.
ઉંદર પર ઊભેલા ગણપતિજીને ગણરાજ કહેવાય છે. આ પ્રતિમાને હિંમતનું પ્રતિક માનવામાં આવે છે. આ મૂર્તિના પૂજનથી ભગવાન ગણેશના આર્શીવાદ મળે છે સાથે કારર્કિદીમાં પણ શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત થાય છે.