આચાર્ય ચાણક્યની નીતિઓમાં જ્ઞાનનો અદભૂત પ્રકાશ, જીવનમાં સફળતાનું રહસ્ય અને માનવ કલ્યાણ સાથે જોડાયેલી બાબતો આપણને માર્ગદર્શન આપે છે.

નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે ઘરમાં ગરીબી આવતા પહેલા સંકેતો આપે છે. આ સંકેતોથી ખબર પડી શકે છે કે  તમારા આવનારા સમયમાં ઘરની આર્થિક સ્થિતિ કેવી રહેશે.

ચાણક્ય કહે છે કે તમારા પરિવારમાં  વારંવાર થતો વિખવાદ આર્થિક સ્થિતિ માટે શુભ માનવામાં આવતો નથી. વારંવાર થતા ઝગડા પરિવારમાં ગરિબી લાવે છે.

ચાણકયના નીતિ શાસ્ત્ર  મુજબ ઘરના વડીલોનું અપમાન કરવાથી પણ માતા લક્ષ્મી નારાજ થાય છે. દરિદ્રતા દૂર કરવા હંમેશા વડીલોનો સન્માન કરો.

આજે દરેકના ઘરમાં તુલસી કયારો હોય છે.  ઘરમાં તુલસીનું અચાનક સુકાઈ જવું અથવા તેના પર સફેદ રોગ દેખાવા એ તમારી ગરિબીના  સંકેત આપે છે.

કોઈ કારણ વગર ઘરમાં વારંવાર કાચ તૂટવાને પણ આર્થિક સ્થિતિને લઈને અશુભ માનવામાં આવે છે. કાચનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરવો અને તૂટેલા કાચના વાસણને બહાર ફેંકી દેવા જોઈએ.

ચાણકય નીતિ કહે છે જે ઘરમાં પૂજા ના થતી હોય ત્યાં નકારાત્મકતાનો વાસ હોય છે. આવા સ્થાન પર હંમેશા ગરીબી હોય છે. આથી જ દરરોજ આપણે ઘરમાં દિવા-બત્તી જરૂર કરવા જોઈએ.