ફરવાનો શોખ ધરાવતા ભારતીયોને આ દેશોમાં ફરવા વિઝા લેવા પડતાં નથી. જાણો કયા દેશોમાં મળે છે વિઝા ફ્રી એન્ટ્રી

વિશ્વના ઘણા દેશોમાં વિઝા વિના ફરવા જઈ શકાય છે, ત્યારે જાણો એશિયાના એવાં 5 દેશો જ્યાં ભારતીયો લે છે અવશ્ય મુલાકાત. ભારતીયોએ આ દેશમાં જવા વિઝાની જરૂર પડતી નથી.

ભૂટાન

ભૂટાન

ભૂટાન વર્ષોથી ભારતીયોની પ્રથમ પસંદગી રહ્યું છે. ચીન અને ભારતની સરહદ વચ્ચે આવેલો નાનકડો દેશ જંગલો અને મંદિરોથી ઘેરાયેલો છે. અહીં 14 દિવસ સુધી વિઝા વગર રહી શકાય છે.

થાઈલેન્ડ

થાઈલેન્ડ

થાઈલેન્ડ

સમગ્ર વિશ્વમાંથી લોકો કુદરતી સૌંદર્ય માણવા થાઈલેન્ડની મુલાકાત જરૂર લે છે. થાઈલેન્ડ તેના દરિયાકિનારા, સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાક માટે જાણીતો છે. અહીં 30 દિવસ સુધી વિઝા વગર  મુસાફરી કરી શકાય છે. 

નેપાળ

નેપાળ

ખૂબ જ સુંદર, હરિયાળી ધરાવતો સાંસ્કૃતિક દેશ છે. વિશ્વભરમાંથી લોકો આ દેશની મુલાકાતે આવે છે. ભારતીયોને આ દેશમાં જવા માટે કોઈ વિઝાની જરૂર નથી.

મોરેશિયસ

મોરેશિયસ

હિંદ મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે જે તેના ખડકો, દરિયાકિનારા અને તળાવો માટે જગવિખ્યાત છે. ભારતીયો આ દેશમાં 90 દિવસ સુધી વિઝા વગર ફરી શકે છે.

મલેશિયા 

મલેશિયા 

દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલા આ દેશમાં તમને ઘણા સુંદર નૈસર્ગિક બીચ જોવા મળશે. ભારતીયો આ દેશમાં 30 દિવસ સુધી વિઝા વિના હરીફરી શકે છે.