શનિદેવની પૂજામાં તાંબાના વાસણોનો ઉપયોગ ક્યારેય ન કરવો, તાંબાને ભગવાન સૂર્ય સાથે સંબંધિત માનવામાં આવે છે.

શનિદેવ સૂર્યના પુત્ર હોવા છતાં તેઓ તેમના શત્રુ પણ છે. આવી સ્થિતિમાં તેમની પૂજામાં તાંબાનો ઉપયોગ કરવાથી સૂર્ય અને શનિ બંને ગ્રહો નબળા પડે છે.

ઉપરાંત, શનિ પૂજામાં લાલ રંગના કપડાં, ફૂલ, તલ કે અન્ય સામગ્રીનો ઉપયોગ ન કરવો. કારણ કે, લાલ રંગ મંગળનું પ્રતિક છે. મંગળ અને શનિ પરસ્પર દુશ્મન ગ્રહો છે.

શનિદેવની પૂજામાં ભૂલથી પણ ચામડાની બનેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવો. ચામડાને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

શનિદેવની પૂજામાં તૂટેલો દીવો, કરમાઈ ગયેલું ફૂલ કે એવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ જે યોગ્ય સ્થિતિમાં ન હોય.