સામાન્ય રીતે કહેવાય છે કે આલ્કોહોલને ઓછી માત્રામાં પીવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે, પરંતુ નવા સંશોધનમાં આલ્કોહોલ પીવાથી ચોંકાવનારા ખુલાસા થયા

સંશોધનમાં થયેલા પરિણામો કહે છે કે જો તમે 60 પછી ઓછી માત્રામાં પણ આલ્કોહોલનું સેવન કરો છો તો કેન્સરથી મૃત્યુનું જોખમ વધી જાય છે.

વિદેશી મીડિયા અનુસાર, 12 વર્ષ સુધી થયેલા સંશોધનમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના 1,35,000 લોકોએ ભાગ લીધો હતો.

સંશોધન દરમિયાન સામે આવ્યું  જે લોકો ઓછી માત્રામાં પણ આલ્કોહોલનું સેવન કરે છે તેમને કેન્સરથી મૃત્યુનું જોખમ વધુ રહે છે.

સંશોધકોએ કરેલા સંશોધન મુજબ આલ્કોહોલના થોડા ટીપાં પણ કેન્સરને નોંતરી શકે છે.

પરંતુ, સંશોધનમાં ખુલાસો થયો કે ખોરાક સાથે વાઇનનું સેવન કરનારાઓમાં કેન્સરનું જોખમ ઓછું જોવા મળ્યું હતું.

આવું શા માટે? કહેવાય છે કે ખોરાક સાથે આલ્કોહોલ પીવાથી આપણું શરીર ઓછી માત્રામાં આલ્કોહોલને શોષી લે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ કહે છે કે ઓછી માત્રામાં પણ આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જોકે, વધુ પડતી માત્રામાં આલ્કોહોલ પીવાથી ગંભીર બિમારીઓ થઈ શકે છે.