જીયો ખાસ દિવાળી ઓફર લાવ્યુ છે. આ ઑફર હેઠળ કંપની એક વર્ષ માટે પોતાની સર્વિસ ફ્રી આપશે.

કંપનીએ Jio AirFiber માટે દિવાળી ધમાકા ઓફર લોન્ચ કરી છે. આ ઑફરનો લાભ રિલાયન્સ ડિજિટલ પાસેથી ખરીદી કરી શકાશે.

આ ઓફર 18મી સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 3જી નવેમ્બર સુધી ચાલુ રહેશે. હાલના અને નવા Jio Fiber અને Jio AirFiber બંને યુઝર્સને લાભ મળશે.

આ ઑફર માટે ગ્રાહકે રિલાયન્સ ડિજિટલથી 20000 રૂપિયાની ખરીદી કરવી પડશે અથવા તો નવું કનેક્શન લેવું પડશે.

નવા ગ્રાહકોએ ત્રણ મહિનાનો દિવાળી પ્લાન ખરીદવો પડશે, જેની કિંમત રૂ. 2,222 છે. હાલના યુઝર્સ પણ વન ટાઇમ એડવાન્સ રિચાર્જ દ્વારા આ લાભ મેળવી શકશે.

આ ઓફર હેઠળ, કંપની ગ્રાહકોને 12 મહિનાની કૂપન આપશે, જે તેમના સક્રિય એરફાઇબર પ્લાનની કિંમત અનુસાર હશે.

Reliance Digital, My Jio, Jio Point અથવા Jio Mart પરથી 15,000 રૂપિયાથી વધુની ખરીદી કરીને દરેક કૂપનને 30 દિવસની અંદર રિડીમ કરવાની રહેશે.

હાલમાં Jio AirFiber ત્રણ મહિના માટે ઉપલબ્ધ છે જેની કિંમત રૂ. 2,120 છે. આમાં 30Mbpsની સ્પીડનો ડેટા મળશે.

હાલમાં જ Jio એ AirFiber Freedom ઑફર લૉન્ચ કરી છે, જેમાં યુઝર્સ 50 રૂપિયા ચૂકવીને સર્વિસ બુક કરાવી શકે છે અને રૂ. 3,599નો પ્લાન જીતવાની તક મળશે.