તજ એ ભારતીય રસોડામાં વપરાતો તેજાના મસાલામાંનો એક છે. રસોઈનો સ્વાદ વધારવા, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

તજના સેવનથી ફાઈબર અને કેલ્શિયમનાં કારણે હૃદય સંબંધિત અનેક સમસ્યાઓમાં રાહત મળે છે. 

જો તમને શરદી હોય તો તજનું ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ લેવાથી ફાયદો થશે. 

સાંધાના દુખાવા માટે તજ ખૂબ જ ફાયદાકારક છે. હૂંફાળા પાણીમાં તજ અને મધ મિક્સ કરીને પીવાથી આરામ મળે છે.

મધ અને તજના પાઉડરની પેસ્ટ ખાવાથી કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જમા થતું અટકાવે છે અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.

જો તમારું કોલેસ્ટ્રોલ વધારે છે અને તમે તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તજનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે.

જો અપચાની સમસ્યા છે તો તજનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. આ સિવાય ઉલ્ટી અને ઝાડામાં પણ તેનું સેવન ફાયદાકારક છે.

વજન ઘટાડવામાં તજ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તજને પાણીમાં ઉકાળી, પાણી ગાળી, તેમાં લીંબુનો રસ અને મધ નાખીને પીવું.